અંત:કરણ
મોક્ષ આજે
ઓફિસે થી આવે છે. તેની પત્નિ ને એક સ્મિત આપે છે અને ફ્રેશ થવા માટે જાય છે. આજે
પણ તેની મનમા કઇ મથામણ તો હતિ જ!
પત્નિ તેને પુછે છે કે બધુ સારુ ચાલે છે ને?
મોક્ષ હા મા મથુ ધુણાવે છે અને પોતાના વિચાર મા ખોવાઇ જાઇ
છે.
શાંતિ (પત્નિ) : આ જે પણ કેમ આમ ઉદાસ છો?
મોક્ષ: ખબર નહિ કેમ પણ મારા મન માં શાંતિ નથી.
આવુ ઘણા સમય
થી ચાલતુ હતુ. મોક્ષ આવી રીતે પોતાના વિચાર માં ખોવાયેલો રહેતો હતો. કોઇ વાત તેના
મન મા ચલતી હતી. પણ બોલી શકતો ન હતો. આથી શાંતિ એ આજે ભારર્પવક પુછ્યુ? શુ મુંજવણ મા છો? આજે કહો જ મને.
થોડી વાર શાંત
રહી ઉંડો શ્વાશ લઇ અને કહે છે. આજે મારી પાસે બધુ હોવા છતા પણ મારા મન મા ચેન નથી.
આનુ કારણ જાણવુ છે મારે! આટલુ કહી
વાતાવરણ શાંત થઇ જાઇ છે. અને થોડી વાર પછી યાદ આવે છે કે આજે તો ભાડે આપેલો રૂમ
સાફ કરવાનો છે.
બંનૈ જણા તે
રૂમ મા જાઇ છે અને સફાઇ કરવા લાગે છે. ત્યા જ એક બેગ શાંતિ ના હાથ મા આવે છે. બંનૈ
તેને ખોલી ને જુએ છે. તો અંદર એક
ચોપડી હતી.
થોડી વાર સફાઇ કરી બંનૈ પોતાના રૂમ મા અવી અને આ ચોપડી જુએ
છે અને મોક્ષ આને વાંચે છે. અલગ જ ભાષા મા કઇ લખ્યુ હતુ. પાંના ફેરવી જુએ ને જુએ છે
પણ કઇ ઉકલાતુ નથી. પાંના ફેરવતા ફેરવતા અડધે પહોચ્યા ત્યા જાણીતી ભાષા મા કઇ
લખેલુ હતુ. થોડિ વાર પછી ગુજરાતી ભાષા આવી. બંનૈ સહજતા થી તે વાચે છે. પણ તેમા જે
લખ્યુ હતુ એ વાંચી બંનૈ અચરજ પામી ગયા.
તેમા આજ ની
તારીખ અને સમય સાથે જગ્યા નો ઉલ્લેખ ર્ક્યો હતો. બંને જણા આ બુક ને ફેરવી ફેરવી ને
જુએ છે. આ ચોપડી ખુબજ જુની હતી પાનાં પણ
પીળા પડિ ગયા હતા. તો પછી આ લખનાર ને કેવી રીતે ખબર કે અમે આ ચોપડી આજ તારીખે અને
આજ સમયે વાંચ શુ?
મોક્ષ આગળ વાંચે છે...
એક સમય આપેલો હોઇ છે અને લખેલુ હોઇ છે કે ભટનાગર નો ફોન આવે છે
અને પગાર વધારા ના સમાચાર આપે છે. પાછા બંને અચંબીત થઇ જાય છે. અને તે સમય ની રાહ
જુએ છે.
અને આ શુ! તે લખેલા સમયે ફોન
આવે છે અને પગાર વધારા ના સમાચાર આવે છે.
બંને જણા અવાક થઇ જાઇ છે.
આ શુ થઇ રહ્યુ છે? આ બુક લખનાર ને
કેવી રીતે ખબર કે આ જ બનશે? એક બીજા ના મોઢા
સામે જોઇ અને સવાલ પુછે છે? બંને વિચાર
કરત્તા કરતા શુઇ જાઇ છે. અને સવારે ઊઠી અને પાછા એક બીજા ની સામે જુએ છે.
મોક્ષ આજે ઓફિસે જાય છે પણ તેના મન માં હજી પણ
પેલી બુક જ હોઇ છે. તેનુ મન કામ મા લાગતુ નથી આથી તે ઝડપ થી પોતાનૂ કામ પતાવી અને
ઘરે જાય છે. ત્યા શાંતિ ડોરબેલ વગાડતા પહેલાજ દરવાજો ખોલી નાખે છે. અને મોક્ષ ને
વાત કરે છે કે આ બુક મા જ લખ્યુ હતુ આ બધુ આથી વધારે વાંચવા ની મારી હિંમત ન થઇ.
હવે બંને પેલી ચોપડી જુએ છે. પણ તેમા અટલુ જ લખ્યુ હોઇ છે. બંને આ બુક ને પાછી જુએ છે. પણ બીજી કાંઇ માહીતી નથી
હોતી. હવે બંને આકળાઇ ને પાછા પેલો રૂમ પાછો તપાસી જુએ છે. ત્યા એક ફાટેલો કાગળ
મળે છે. તેમા ઉપર પહેલા કોઇ સાંકેતિક ભાષા માં અને
પછી લખ્યુ હોઇ છે
અંતઃકરણ
તે એક પાંના મા મોક્ષ ના મન ની અશાંતિ નો જવાબ હતો.
તેમા લખ્યુ હતુ કે તે
વાંચી અને મોક્ષ ના મન ના જવાબ અને શાંતિ મળે છે.
તે મા એક ખુબજ જુનો યોગ સાધનાનો પ્રયોગ લખ્યો હતો. કે જ્યારે પણ
માનવી અશાંત હોઇ, હતાશ
હોઇ, કોઇ સવાલ નો જવાબ ન મળતો હોઇ,
જીવન મા ખુબજ તકલીફ હોઇ, ત્યારે શાંત સ્થિતિ મા બેસી
અને બધા વીચારો ત્યા જ થોભાવી અને અતઃકરણ
(પોતાને) જ સવાલ કરવો કે જે જાણવા માંગતા હોઇ. તે જવાબ તમારી સામે હશે.
પહેલા તો મોક્ષ ને આ વાત સાચી નાથી લાગતી પણ જ્યારે તે આ નો
પ્રયોગ કરે છે ત્યારે આ નો અહેસાસ થાય છે.
તે ના મન માં શરુઆત ની યાદો આવવા લાગે છે.
પોતાના જુના દિવસો ને
યાદ આવે છે...... કેવી રીતે ત્યારે માણસો મા શાંતિ હતી. કોઇ વાદ નહિ સંઘ્રષ નહિ
અને જીવન ખુબજ આરામ દાયી છતા મહેનતુ હતુ. આજ થી ૪૦ ર્વષ પહેલા જીવન કેવુ હતુ? તેની યાદો આવવા લાગે છે.
૧ આના ની વસ્તુ આવતી હતી. ૧૫ રૂપીયા નો તેલ નો ડ્ડ્બો આવતો હતો. ઘર માં દાદા દાદિ વારતા કહેતા હતા. બાળકો મા અનેરો ઉત્સાહ હતો નવુ જાણવા નો. નવુ કઇ કરવા નો. અને આથી જ
બાળકો એ સંસ્કારી હતા. મનોરંજન માટે આખુ ગામ હતુ. બધા જ લોકો મા એક બીજા ની મદદ
કરવા ની ભવના હતી. વાતાવરણ પણ ખુબજ સાફ હતુ.
મોક્ષ ની ૧૨ ર્વષે ની વયે એના માં-બાપ નુ અવસાન
થાય છે. અને ત્યાર બાદ પોતાના જીવન ના કડવા અનુઃભવો યાદ આવે છે. કેવી રીતે પોતાનુ
ગુજરાન ચલાવતો હતો. ૨૫ રૂપિયા ના માસીક વૈતન ઉપર જીવન ચલાવતો હતો. છતા પણ શાંતિ
અને સંતોષ હતો. જ્યારે અત્યારે ૨૫૦૦૦ રૂપિયા પગાર હોવા છતા પણ તેવી શાંતિ ન હતી.
ત્યારે ૬ રૂપીયા માં જમવા નુ આવતુ હતુ અને બીજો ર્ખચ મળિને માંડ ૧૫ રૂપિયા થતો
હતો. અને પોતાનો ૧૫ રૂપિયા નો સિદ્દાંત યાદ આવે છે. અને આ સ્થાને પહોચવા સુધિ ની
સફર યાદ આવે છે. આ યાદો ની સાથે હવે સમજાય છે કે પોતે કેમ આનંદ મય ન હતો.
પોતાની ભુલ સમજાય છે અને પોતાનો આ જુનો સિદ્દાંત એ વર્તમાન માં
અપડેટ કરી ને બનાવવા લાગે છે. આ ૨૧ મી સદી માં આ કેવી રીતે લાગુ કરવો?
હિસાબ કરવા લાગે છે ૬૦
રૂપિયા નુ એક ટાઇમ નુ ભોજન અને ૩૦ રૂપિયા માં નાસ્તો. આમ બે ટાઇમ ભોજન અને ૧ ટાઇમ
નાસ્તો એટલે ૧૫૦ રૂપિયા અને અન્ય ૫૦ રૂપિયા બીજા આમ ૨૦૦ રૂપિયા માં એક દિવસ ખુબજ
આરામ થી પસાર થઇ જાઇ છે. અમુક સ્થાને(શહેર) ૨૫૦ રૂપિયા માં તો અમુક સ્થાને(ગામડુ)
૧૦૦ રૂપિયા મા એક દિવસ આરામ થી પસાર થઇ જાઇ. તો તકલીફ ત્યા થાય છે જ્યારે આપણા મન માં બીજી ઇચ્છા કે જેની કોઇ જરૂરત નથી તે
જન્મ લે છે. અને માણસ શાંતિ ના બદલે આ ઇચ્છા શોધવા લાગે છે.
અને ત્યાથી જ શરૂઆત થાય છે. તકલીફ ની
જીવન માં ૪ વસ્તુ ની જ જરૂર છે.
૧) પૈસા
૨) પોતાની માટે સમય
૩) આઝાદિ (પોતાના કામ માટે)
૪) શાંતિ (ફ્રિડમ )
આમ મોક્ષ નો આ ૨૦૦ નો નિયમ.....
હવે તેને પોતાનો આ નિયમ જોઇ અને શાંતિ થાઇ છે. અને આ જ નિયમ આગળ જીવન માં
ઉતારવા નો સંક્લ્પ કરી અને શાંતિ ને હરખાઇ આ બધી વાત કરે છે અને તેને કહે છે કે
હવે તેને પોતાનો જવાબ મળી જાઇ છે. બંને પેલી બુક નો અંતઃકરણ થી આભાર માને છે.
હવે આ ચોપડી પાછી પોતાની સફર માટે આગળ જાઇ છે જેથી કોઇ બીજો માણસ ને શાંતિ મળે.
પછી નુ વિશ્વ કેવુ હશે ?????
કે જ્યારે બધા જ માણસો ની આ ઇચ્છા એ શાંતિ મા બદલાઇ અને આ માણસો ના દિલ મા
નફરત ની જગ્યા એ આંનદ હોઇ.
આ દુઃખ પણ કે જે પહેલા માણસો ને રડાવતુ હતુ તે પોતે રડતુ રડતુ જતુ હોઇ
આવી દુનિયા ની કલ્પના માત્ર થી જ આપણા દિલ માં અને જીવન માં અનેરો ઉત્સાહ આવી
જાઇ છે.
પણ જો આવી દુનિયા હકીકત માં બને તો??????
No comments:
Post a Comment