ચશ્માં........
ઘણી બધિ બિલ્ડિંગો પડી ગઇ છે. રસ્તા ઓ ઉપર ગાડિ ઓ બંધ પડી છે. વાતાવરણ માં
ધુમાડો છવયો છે. ચારૈય બાજૂ લોકો શોક માં
ડુબેલા છે. ઘણા લોકો પોતાના સ્વજનો, મીત્રો ને ગોતી રહ્યા છે. એક બીજા ને મારી નાખવા વાળા, બીજા ની ઈર્ષા કારવા વાળા, ગરીબ અમીર નો ભેદ રાખવા
વાળા, છુતઅછૂત નો ભેદ રાખવા વાળા આ માણસો અત્યારે બધૂ જ એક
બાજુ મૂકી એક બીજા ની મદદ કરી રહ્યા છે. બધા લોકો વિચારી રહ્યા છે હવે શુ થશે???
એવુ તે શુ થયુ આ દુનિયા ને?……..
કે આપણી માતા સમાન ધરતી માતા ને પોતાના જ બાળકો જેવા આ માનવો ની આવી દશા જોવી
પડિ????????
આપણી આ ધરતી શુ આવી જ હતી?
ના મિત્રો......
આપણી ધરતી તો!!!!!!!
ચારૈબાજુ હરીયાળી, લીલાછમ
ઝાડવા ઓની છાયા માં તડકો પણ જાણે ગળાઇ ને આવતો હોઇ,સ્વચછ
વાતાવરણ,પશુ,પંખી,બધા જ જીવો,માનવો,એક બીજા સાથે
હાળી મળી ને રેહેતા હતા. પાણી માગો ત્યા દૂધ મળતુ. અને દુ:ખ શુ એ તો કોઇ જાણ તુ જ
ન હતુ અને કોઇ પર વિપદા આવે તો બધા જ સજીવો તેની સામે એક સાથે ઉભા રહેતા. આંગણે
આવેલા ને આવકારો,ભુખ્યા ને ભોજન તરસ્યા ને પાણી મળતુ. સજીવો
ધરતી ને માતા માનતા તો આ માં તે ના બળકો ઉપર આફત આ વાવા દે ખરી?????
પણ સમય બદલાય છે. નવી ટેક્નોલોજી ની શોધો થાય છે. અને મનુષ્ય ના મગજ મા હું આ બધા સજીવો થી અલગ છુ એવુ
અહંકાર નુ બીજ રોપાય છે. (બધા સજીવો મા હુ સોથી ઉપર છુ. સોથી બુદ્દધ્ધિસાળી છુ.)
અને શરૂઆત થાય છે એવી દુનિયા ની કે જે છે તો હકિકત છતા પણ છે તો આભાસી જ !
માણસ પ્રુથ્વિ ના પેટળ માથી પેટ્રોલ ની શોધ કરે છે. અને ઉધ્યોગો માટે
વ્રુક્ષો નુ છેદન કરે છે. ટેક્નોલોજી ના નશા માં એ પોતાની જીવાદોરી ઉપર
ધીમેધીમે એસિડ ના ટિપા નાખિ રહ્યો હતો. પણ હજી તો એ એના નશા માં હતો. સાચી વાત જાણવા છતા પણ તે એ જ દિશા મા આગળ
વધી રહ્યો હતો.
પણ આ નશો એ નો જાજો સમય ટકતો નથી.
એક ઘટના બને છે.......
એક શહેર મા એક ભાઇ ઇંધણ લેવા માટે નીકળે છે. અને
પેંટ્રોલપંપે જઇ ઇંધળ માંગે છે. પણ ત્યા
પુરૂ થઇ ગયુ હોવા થી તે આગળ જાય છે. આખા
શહેરમા ફરી વાળે છે. બધે જ આ હાલત છે. હવે છેલ્લા પંપ બાજુ આગળ વધે છે અરે ત્યા તો
ખુબજ લાંબી વાહનો ની લાઇન છે અને બધા જ લોકો પોતાના વારા ની રાહ જુઇ રહ્યા છે. આ પંપે માત્ર ૧૦૦ લિ. ઇંધણ જ હતુ કે જે બધા
માટે પુરતુ ન હતુ. આ જાણી લોકો પોતાની ગાડિ ઓ ત્યા જ છોડી પોતાના નોકરી,ધંધા ના સ્થળે ઘણા લાંબા સમય પછી ચાલી ને જાય છે.
એ દ્ર્શ્ય કેવુ હશે બધા
રસ્તા ઉપર ચાલી ને જતા હોઇ!
હજી આટલુ ઓછુ ના હોઇ ત્યા બીજા સમચાર મળ્યા કે હવેથી આખા શહેર ને
૭ દિવસ મા માત્ર ૧૦૦૦૦ લિ. ઇંધણ મળશે. પોતાનુ કામ ઓફિસ મા જલદી પુરુ કરી અને બધા
લોકો એકત્રિત થાય છે. ત્યા શહેર ના મેયર એવી ઘોષણા કરે છે કે લોકો પોતાની ગાડિઓ નો
ઉપયોગ નહિ કરી શકે માત્ર સરકારી વહનો અને ઇંધણ વગર ના વાહનો જ રસ્તા ઉપર ચાલશે. આમ
એક જ દિવસ મા ટ્રાફિક ની સમસ્યા નો અંત અવ્યો. અને દુનિયા પાછી સાઇકલ યુગ માં આવી
ગઇ.
આજે લોકો ખુબ જ ચિંતા મા હતા. એક જ દિવસ મા આટલો મોટો ફેરફાર! લોકો જાણતા તો હતા કે આ દિવસ આવશે પણ આટલો
જ્લદી અને અચાનક આવશે એવુ વિર્ચાયુ ન હતુ.
કેટલાક લોકો સરકારી વાહનો મા તો કેટલાક લોકો સાઇકલ પર બીજી સવારે પોતાના કામ
ના સ્થળે પહોચે છે. આમ આ દિવસે રસ્તા ઉપર સાઇકલ અને સરકારી વાહનો સિવાય કોઇ બીજુ
એક પણ વાહન ન હતુ. બધા લોકો પોતાના ધંધા કે નોકરી ના સ્થળે પહોચે છે. માંડ બે ત્રણ
દિવસ જ થયા હશે ત્યા ઘણા શહેરો ભુકંપ થી ધ્રુજી ઉઠ્યા.
કોઇ ખાશ નુકશાન નથી થતુ પણ ઘણિ બધી જગ્યા ઓએ પ્રુથ્વિ ઉપર મોટા મોટા ગાબડા પડિ
જાય છે. બધા લોકો પાછા અચંબિત થઇ જાય છે કારણ કે આ ગાબડા જ્યા બોરવેલ(પાતાળ કુવા)
હતા ત્યા જ પડ્યા હતા. વૈજ્ઞાનીકો ના મતે આમ થવા નુ કારણ એ પ્રુથ્વિ ના પેટાળ માંથી
પાણી ઓછુ થતા જમીન સૂકી થઇ ગઇ હતી. આથી
ત્યા અવકાશ (પોલાણ) પડે છે અને આથી જમીન નીચે બેસી જાય છે. આ ભુકંપ થી ન્યુક્લીઅર
પાવરપ્લાન્ટો માથી જીવલેણ રેડિયેશન પ્રુથ્વિ ના વાતાવરણ મા ફેલાઇ જાય છે અને
વાતાવરણ પ્રદુષિત થઇ જાય છે. અને માનવો ઘર ની બાહર નીકળે અને શ્વાશ લેવા માટે પણ
માસ્ક નો ઉપયોગ કરવો પડે છે. આમ જન-જીવન મા એક નવી આફત ઉમેરાઇ છે.
હજી પણ આ ઘટના ને મનુષ્યો ગંભીર રિતે
લેતા નથી. પણ આ અવનારા મોટા તોફાન ની ઝલક હતી.
ઉતર બાજૂ ના પ્રુથ્વિ ના શિતકટિબંધિય વિસ્તારો માથી એક ખુબજ ઠંડુ વાવાજોડુ
નીચે ની તરફ આગળ વધી રહ્યુ હતુ. આ એટલુ ખોફનાક હતુ એટલુ ઠંડુ હતુ કે સાગર મા ઉપર
ઉઠેલા મોજા ને પણ થિજવી દેતુ અને રસ્તા મા આવતી કોઇ પણ વસ્તુ ને પણ થિજવી દેતુ. આ
ની જાણ વૈજ્ઞાનિકો ને થતા બધા દેશો મા એર્લટ જાહર કરવા મા આવ્યુ. એમના મતે આ તોફાન
૭ દિવસ મા લગભગ ૯૦% પ્રુથ્વિ ઉપર છવાઇ જશે અને કયા સુધિ રહેશે એ નો કોઇ અંદાજો
નથી.
પોતાની જીવન જરુરિયાત ની વસ્તુ ઓ સાથે લઇ અને બધા ને સુરક્ષિત સ્થાને જવાની
અને બને એટલુ ગરમ ઓઢવા ની અને ખાવા ની વસ્તુ પાસે રાખવા ની સલાહ આપવા મા આવી.
તો બીજી બાજુ જ્વાળામુખિ ઓએ આતંક મચાવ્યો અને આખી પ્રુથ્વિ એ માં દર ૩ કલાકે
એક ભુકંપ ના આચકા આવવા લાગ્યા. હવે ખરી મુંજવણ થઇ ઉપર રહે તો ઠંડી મારે અને જો
નીચે રહે તો ભુકંપ બધા લોકો હવે ભગવાન ને પ્રાથના કરવા લાગ્યા. આમ થોડા દિવસો મા હવે માનવો નો અંત પાકો હતો.
બધા ડર થી થરથર કાંપવા લાગ્યા ને હવે મ્રુત્યુ ના ર્દશન થવા લાગ્યા. હવે આ
વૈભવ નો સો ઉપયોગ. હવે આ ધન વૈભવ ક્યા નાખશુ?
.
ભુકંપો થી ઘણુ નુકશાન થયુ હતુ. ઘરો તુટી ગયા રસ્તા ઓ પણ ફાટી ગયા આથી અન્નનો
પુરવઠો લોકો શુધી પહોચતો નથી. હવે ખોરાક પણ ર્મયાદિત હતો. હવે લોકો વ્રુક્ષો વાવવા લાગ્યા ભગવાન ના મંદિરે
જઇ પ્રાથના કરવા લાગયા.
પણ હવે આ બધા નો શો
ઉપયોગ?...
હવે મનુષ્ય ની આંખો ઉપર આ મોહ ના ખોટા ચશ્માં ઉતરી જ્ઞાન નો પ્રકાશ ફેલાઈ
રહ્યો છે.
માણસો ને હવે સાચુ જ્ઞાન થયુ કે માનવતા જ મોટો ર્ધમ છે. આથી હવે જેટલા દિવસો
સાથે રહેવા ના છે તેટલા દિવસો દિલ ખોલીને જીવન જીવવુ. હવે આ લોકો એક બીજા ની મદદ
જાતિ,ર્ધમ,ગરીબ,તંવગર ના ભેદભાવ વગર કરવા લાગ્યા.
હવે દુનિયા જ્યા થી સરુ થઇ હતી ત્યા
પાછી આવી ગઇ. આંખ મા આંસુ હતા પણ બધા ના દિલ મા શાંતિ હતી. આ એ જ દુનિયા હતી જે
આપણે સો ઇચ્છતા હતા.
શુ આ ભુકંપો અને ઠંડુ વાવાજોડુ આ
સજીવો નો અંત કરી શકે છે?
એ પછી ક્યારેક!.........
No comments:
Post a Comment