features of earth
પૃથ્વી
આપણી માતા તે આ પૃથ્વી......
ત્રીજા ભાગ મા જમીન છે તે આ પૃથ્વી......
જમીન થી આપણુ ભરણપોષણ કરે તે આ પૃથ્વી......
સુર્ય ના તાપ ને ગાળી ને વાતાવરણમા આવવા દે તે આ
પૃથ્વી......
કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન મા બદલી નાંખે તે આ
પૃથ્વી......
પોતાનુ પેટ ચીરી અને મુલ્યવાન વ્સતુ ઓ આપે તે આ
પૃથ્વી......
પોતાને નુકસાન કરે છતા પણ તેમનુ રક્ષણ કરે તે આ
પૃથ્વી......
ઝેરી વાયુ ઓ ને અમૃત મા ફેરવી નાંખે તે આ પૃથ્વી......
તેમા મશીન થી હોલ કરે છતા પણ પાણી આપે તે આ પૃથ્વી......
જેને માટી ગંદી લાગે છે છતા તેને દિલ મા સ્થાન આપે તે આ
પૃથ્વી......
વસ્ત્રો સમાન વૃક્ષો નુ છેદન કરીયે છતા કૃપા દ્રષ્ટિ રાખે
તે આ પૃથ્વી......
ખારા પાણી ને મીઠા પાણી મા ફેરવી નાખે તે આ પૃથ્વી......
જેની માનવો ને જરા પણ કદર નથી છતા તેની સંભાળ રાખે તે આ
પૃથ્વી......
પોતાના ભોગે બીજાને જીવન આપે તે આ પૃથ્વી......
આ વાત થઇ
આપણી ધરતી ની ગુજરાતી મા કહેવત છે ને કે “મા તે મા બીજા બધા વગડાના વા” તે આ
પૃથ્વી માટે ખરા અર્થ મા ર્સાથક છે. ઘણા હજારો ર્વષો પહેલા કદાચ એટલે જ આ માતા એ
ર્ગમ લાવા ને પોતાના પેટ મા સમાવી અને સજીવો માટે પોતાની ચામડી જેવી આ ધરતી ને
જન્મ આપ્યો હશે. આ એજ ધરતી છે કે જેની નીચે હજી પણ હજારો કેલ્વિન ગરમ તાપમાન છે પણ
મા છે ને એટલે એને ઊપર નથી અનુભવાતુ. પોતાના શરીર સમી આ ધરતી મા ખરા પાણી ની ખરાશ
પોતે લઇ અને પોતાના બાળકો ને મીઠુ પાણી આપે છે. અને આ ધરતી મા વૃક્ષો ઉગાડી અને
માનવો ના જીવન ર્નિવાહ માટે અન્ન નુ પણ ઊત્પાદન ર્ક્યુ નદીઓ અને પહાડો નુ ર્સજન
ર્કયુ. અને વાતાવરણ નુ કવચ આપી અને બાહ્ય પદાર્થો થી રક્ષણ પુરુ પાડ્યુ.
તો આ માનવો એ તેને શુ આપ્યુ?
features of earth
આ પૃથ્વી જેવી માતા ને
બરબાદ કરવા મા કશુ જ બાકી નથી રાખ્યુ. વાતાવરણ મા ઝેર છોડી અને તેના જ શ્વાશ
રૂંધવા મા કોઇ બાકી નથી મુક્યુ કે વૃક્ષો કાપી અને તેની મદદ કરતા બાળકો ને પણ આપણે
શુ કરીયે એ આપણ ને ખબર જ છે. આવી માતા ને ખરેખર ખુબજ વંદન છે. સુરજ ના આ પ્રખર તાપ
ને પણ ગાળી અને નમણો કરી ને વ્હાલા બાળકો નુ રક્ષણ કરે છે.
કાર્બનડાઇ ઓક્સાઇડ જેવા
તેની ચામડી બાળે તેવા વાયુ ઓ નુ સર્જન હજી તો બાકી હતુ કે આ માનવો એ તેનુ આ પેટ પણ
ચીરી અને તેમાથી પણ પોતાનો સવાર્થ સંતોષ્યો છે. પણ તે મા પણ આ મા કયા દુઃખી થવા દે
છે આ માનવો ને ત્યા પણ અમુલ્ય ખનિજો ની ભેટ તૈયાર જ હતી.
અતિ પ્રાચીન
સમય મા જ્યારે આપણી પૃથ્વી એ લાવા ના રૂપ મા હતી ત્યારે તેના વાતાવરણ માં જીવન પણ
નહ તુ. ત્યારે લાખો કરોડો વર્ષો લાગ્યા આ લાવા ને ઠંડો કરવા મા અને બીજા લાખો
કરોડો વર્ષો આ વાતાવરણ ને સાફ કરવા માટે લાગ્યા અને માનવો માટે આવી પરીસ્થિતિ નુ
નિર્માણ કરવા તો પૃથ્વી માતા ને તો નાકેદમ આવી ગયો હશે. આ સંઘર્ષ ની કલ્પના તો કરો? કેવો ભયાનક હશે. અત્યારે તો માતા ઓ પોતાના એક બાળક ની સંભાળ
રાખવા માટે પણ માણસો રાખે છે. હવે આ જ બાળક મોટા થઇ અને તેને વૃધા આશ્રમ મા કેમ
મુકી આવે છે. તેનુ કારણ હવે આપણ ને કદાચ સમજાય ગયુ હશે.
ભગવાન બધે
પહોચી ન સકતો એટલે તેને માતા નુ ર્સજન કર્યુ એમ કહેવાઇ છે. તો આપણે એ માતા માટે શુ
કર્યુ? આટઆટલા બલિદાન છતા પણ પોતાની માટે કશી જ આશા
રખી નહિ.
માનવો એ તેનો
ચહેરા સમી ધરતી ને અસ્તવ્યસ્ત કરી નાખી. તાપમાન મા વધારો કરી અને તેના હિમનદી ના
સોદર્યો આ ટેક્નોલોજી ના વિકાસ ની આડ લઇ અને ઓગાળી નાખ્યા છે. શરીર મા ખનિજતેલ ની
આડ લઇ અને અનેક છિદ્રો કરી નખ્યાછે. તો વાતાવરણ મા પ્લાસ્ટિક ઊમેરી અને તેની લાખો
કરોડો સાલો ની મહેનત પર આપણે..................
કોઇ સાધુ
સંતે સાચુ જ કહ્યુ છે કર ભલા તો હોગા ભલા કર બુરા તો હોગા બુરા
શુ આપણે આવી જ પૃથ્વી ની કલ્પના કરી હતી? ચલો એક પ્રયોગ કરીયે બે પ્રાથના છે તે બોલો
અને કહો કે કઇ સારી છે તે નો નીર્ણય કરો.
આ પ્રાર્થના બોલો,
“ હે ભગવાન
ધરતી પર ના બધા જ જીવો ના જીવન મા શાંતિ મળે. તેમના બધા જ દુઃખો દુર થાય. તેમના
જીવન મા તે ઘણી પ્રગતી કરે અને બીજા ને મદદ થાય. તેમના વિચાર અને વાણી આંનદ દાયી
બને અને બીજા ને હંમેશા આંનદ આપે. “
તમારા મનના, રદય ભાવ કેવા છે. તે અનુભવ કરો.
હવે બીજી
પ્રાર્થના બોલો,
“હે ભગવાન
ધરતી પર ના બધા જ જીવોના જીવન મા અશાંતિ રહે. બધાને ખુબ જ
દુઃખ આવે તેમાના જીવન મા કોઇ પણ પ્રગતી ન કરી શકે બીજા ને હંમેશા પરેશાન કરે વિચાર
અને વાણી કર્કશ બને અને બીજા ને ખુબા જ દુઃખ આપે”
તમારા મનના, રદય ભાવ કેવા છે. તે અનુભવ કરો
તો હવે તમે જ કહો તમે કેવી
માનવો વાળી ધરતી મા રહેવા માગો છો? આપણે એક એવી
દુનિયા મા રહેવા માંગીયે છીએ કે જેમા માનવો એક બિજા ના મરી નાખવા ત્તતપર હોઇ અને
કોઇ એક બીજા વીસે સારૂ વિચાર પણ ન કરતુ હોઇ.
કે પછી એવી દુનિયા મા રહેવા માંગીયે છીએ કે
જેમા બધા જ માનવો શાંતિ મા માનતા હોઇ અને બધાજ એક બીજાની મદદ કરવા તૈયાર હોઇ બધાજ
લોકો સમાન હોઇ ન કોઇ ગરીબ હોઇ કે ન કોઇ અમીર. બધા જ મળી અને પોતાનુ અસ્તિત્વ નુ
રહસ્ય જાણવા માટે પ્રયાસ કરતા હોઇ.
આપણો આ વિચાર જ બધા જ દુઃખો નો જવાબ છે.
ભગવાન પણ આ માનવો દ્વારા
પૃથ્વી માતા ને આપાતા ત્રાસ થી કંટાળ ગઇ હશે એટલે જ અમુક કુદરતી આફતો મોકલે છે પણ
આ માતા હંમેશા પોતાના બાળકો ને બચાવે જ છે. તો આપણે ક્યારે સમજીશુ હવે?
બધુ જ સમાપ્ત થાય ત્યા
શુધી?????????
આવા બલિદાન નુ શુ આપણે
વ્યર્થ જવા દઇ શુ?
આ પણને બધા ને જ ખબર છે
કે જો આવુ જ રહ્યુ તો આ પૃથ્વી ની શુ હલત થશે? હવે તો આ માતા
મા કદચ એટલી શક્તિ પણ નથી રહિ કે વધારે મુશ્કેલિ નો સમનો કરી શકે. હવે આપણી આ માતા
વૃદ્ગ થઇ ગઇ છે. તેને પોતાના બાળકો ની સેવાની જરૂરીયાત છે. તો આ ધુંધળી આંખો પણ
હવે થાક નો અનુભવ કરવા લાગી છે. હાથ અને પગ પણ કંપન અનુભવવા લાગ્યા છે. હવે આ માતા
નો જીવન નો આધાર કોણ બનશે?
જો આમ જ પ્રદુષણ ચાલુ
રાખશુ તો આ ધરતી ઊપર બધે જ કચરા ની ઈમારતો જોવા મળશે. જો આમજ તાપમાન નો વધરો થયો તો પૃથ્વી ઊપર નો આ
બરફ ઓગળી અને આખી ધરતી ઉપર પણી ફરી વળશે બધી જ સુંદરતા નો અંત આવશે. ઉચી ઇમારતો, અલોકિક સ્થાપત્યો, સંસકૃતિ, અને આપણે પણ આ
પાણી મા ગરકાવ થઇ જશે. જો આમ જ તાપમાન મા વધારો થશે તો પાછુ આ લાવા નુ જ રાજ હશે
અને આ પણી આ સુંદર ધરતી માત્ર એક ગ્રહ જ બની રહેશે. અને જે ભુલ આપણા પુર્વજો એ કરી
હતી તેમ જ આપણે પણ આ ધરતી માથી હંમેશા માટે વિલુપ્ત થઈ જઈશુ.
શુ વિકાસ ની આ આંધળિ દોડ
મા માનવો આટલા બધા ર્સ્વાથિ બની ગયા છે કે પોતાની જીવન દોરી ઊપર ધીમે ધીમે આ એસીડ
ના ટિપા પોતે જ નાંખીરહ્યા છીએ.? શુ આપણ ને સાચે
જ આટલા એસો આરામ ની જરૂરત છે? કે પછી આ
એકબીજાની દેખાદેખી માજ આ જીવન વ્યતિત કરવા નુ છે? શુ આ માતા
પ્રત્યે આપણી કોઇ ફરજ નથી?
તો ચાલો સમય જાય અને
માત્ર અફસોસ જ કરવાનો વારો આવે તે પહેલા આ પૃથ્વી ની સંભાળ લઇએ વૃક્ષો વાવી અને
પ્રદુષણ ઘટડી અને બચાવ અભિયાન નો આંરભ કરીયે
આ માતા હજી પણ નેજવે હાથ રાખી
અને રાહ જોઇ રહિ છે તેના બાળકો ની અનુકંપા ની.........
save-earth |
No comments:
Post a Comment